બનાસકાંઠા, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ મોટાભાગના ખેડૂતો ઓછા સમયમાં થતી શક્કરટેટી અને તરબૂચની ખેતી કરે છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં તરબૂચ અને શક્કરટેટીના 1 કરોડ કરતા વધુ રોપાનું વાવેતર થયું છે. આ ખેતીની સફળતા સાથે 1 કરોડ રોપાનું ખેડૂતોએ અનેક રસિકોને મીઠાસ અને સ્વાદની ઉચ્ચ ગુણવત્તાવાળા શક્કરટેટી અને તરબૂચ ઉત્પાદન થશે. જોવા મળે છે એવો વાસ્તવિક સંજોગ જે આ ખેતીમાં અને આર્થિક સમૃદ્ધિમાં નવીનતમ પ્રગતિ છે.
ઉલ્લેખનીય છે કે, પહેલા ખેડૂતો બીજ આધારીત શક્કરટેટી અને તરબૂચની ખેતી કરતા હતા પરંતુ છેલ્લા 3 વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા કે.વી.કે ના માર્ગદર્શન હેઠળ મોટાભાગના ખેડૂતો રોપાથી વાવેતર તરફ વળ્યા છે. રોપા પદ્ધતિથી ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો થયા છે અને છોડ પણ નસ્ટ થતા નથી.છેલ્લા ઘણા સમયથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂતો અવનવી પદ્ધતિથી અલગ અલગ પાકની ખેતી કરી સારું ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠાના ખેડૂતોને દાંતીવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા કે.વી. કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારે રોપા થકી શક્કરટેટી અને તરબૂચની ખેતી કરવા માર્ગદર્શન આપતા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી રોપાની મદદથી ખેતી કરતા થયા છે.પ્રથમ વર્ષે ખેડૂતોએ 20 લાખ રોપા અને ગત વર્ષે 74 લાખ તરબૂચ અને શક્કરટેટીના રોપા થકી વાવેતર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 1 કરોડ કરતા વધુ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કર્યું હતું.
ડીસા કે.વી.કે ના માર્ગદર્શન હેઠળ રોપાથી શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરતા 20 દિવસનું પાણી બચે છે તેમજ રોગ જીવાતના પ્રશ્નો પણ આવતા નથી. આગોતરી વાવણી કરવાથી ખેડૂતોને પાક બજારમાં આવવાથી ખેડૂતોને બજાર ભાવ પણ સારા મળી રહે છે.