મુંબઈ, બુધવાર
Shiv Sena UBT Candidates List : મહારાષ્ટ્રમાં, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) (Uddhav thackeray) એ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે 17 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની નારાજગીને અવગણીને શિવસેના યુબીટીએ પણ સાંગલી સીટ પરથી ઉમેદવાર ઉતાર્યો છે. આવી સ્થિતિમાં અહીં વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ખટાશ આવી શકે તેવી આશંકા છે.
શિવસેના (યુબીટી)ના (Shiv Sena UBT) નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉમેદવારોની યાદી જાહેર કરતા લખ્યું, “શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ અને શિવસેના પાર્ટી પ્રમુખ શ્રી ઉદ્ધવજી ઠાકરેના આદેશથી શિવસેનાના 17 લોકસભા ઉમેદવારોની યાદી આવી ગઈ છે.
સંજય રાઉતે જણાવ્યું કે મુંબઈ દક્ષિણ મધ્યથી અનિલ દેસાઈને ટિકિટ આપવાની સાથે અન્ય 16 ઉમેદવારો નીચે મુજબ છે…
શિવસેના યુબીટીએ સાંગલી સંસદીય બેઠક પરથી ચંદ્રહર પાટીલ, બુલઢાણાથી નરેન્દ્ર ખેડેકર, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સંજોગ વાઘેરે પાટિલને માવલ બેઠક પરથી, નાગેશ પાટીલ અષ્ટીકરને હિંગોલીથી, ચંદ્રકાન્ત ખૈર સંભાજીનગરથી, ઓમરાજે નિમ્બાલકરને ધારશીવથી, શિરડીથી ભાઈસાહેબ વાઘ ચૌરે, વશિકથી રાજાભાઉ વાઝે, રાયગઢથી અનંત ગીતે, વિનાયક રાઉતે સિંધુદુર્ગ-રત્નાગિરીથી, રાજન વિચારેને સિંધુદુર્ગ-રત્નાગિરીથી, રાજન વિચરેને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય ઉમેદવારોમાં મુંબઈ નોર્થ-ઈસ્ટથી સંજય દીના પાટિલ, મુંબઈ સાઉથથી અરવિંદ સાવંત, મુંબઈ નોર્થ-વેસ્ટમાંથી અમોલ કિર્તીકર અને પરભણીથી સંજય જાધવનો સમાવેશ થાય છે.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી રાજ્યમાં મહા વિકાસ આઘાડી (એમવીએ)નો ઘટક છે. એમવીએના અન્ય એક ઘટક, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એ લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં સત્તાવાર રીતે તેના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તો બીજી તરફ ત્રીજા ઘટક કોંગ્રેસે માત્ર અમુક બેઠકો પર જ ઉમેદવારોની જાહેરાત કરી છે. આ એવી બેઠકો છે જ્યાં ગઠબંધનના ભાગીદારો વચ્ચે કોઈ વિવાદ નથી.
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. ઉત્તર પ્રદેશ (80 બેઠકો) પછી મહારાષ્ટ્રમાં લોકસભાની બીજા નંબરની સૌથી વધુ બેઠકો છે. રાજ્યમાં 19 એપ્રિલ થી પાંચ તબક્કામાં મતદાન થશે.