નવી દિલ્હી, મંગળવાર
Realme Narzo 70 Pro 5G Launch : ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ Realme એ 19 માર્ચે ભારતમાં Narzo 70 Pro 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલા ઈઝેશન (OIS) સાથે 50MP સોની IMX890 કેમેરા સેન્સર છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે પણ છે. તે ગ્લાસ ગ્રીન અને ગ્લાસ ગોલ્ડ કલરમાં આવે છે.
Realme Narzo 70 Pro 5G: કિંમત અને પ્રકારો
8GB રેમ + 128GB સ્ટોરેજ: રૂ. 19,999
8GB રેમ + 256GB સ્ટોરેજ: રૂ 21,999
Realme Narzo 70 Pro 5G સ્માર્ટફોન અર્લી બર્ડ સેલમાં 19 માર્ચે સાંજે 6 વાગ્યાથી ઉપલબ્ધ થયો છે. ઓપન સેલ 22 માર્ચે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન કંપનીની વેબસાઈટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયા પર ઉપલબ્ધ હશે.
પ્રારંભિક ઑફર 8GB + 128GB મૉડલ પર રૂ. 1000 અને 8GB + 256GB મૉડલ પર રૂ. 2000ની છૂટ હશે. આ ડિસ્કાઉન્ટ માત્ર HDFC અને ICICI બેંકના કાર્ડ પર જ લાગુ થશે. વધુમાં, બડ્સ T300 સ્માર્ટફોનની સાથે મફતમાં આપવામાં આવશે. કેટલીક બેંકો દ્વારા 3 મહિના સુધી વ્યાજમુક્ત સમાન માસિક હપતા (EMI) યોજનાઓ પણ ઉપલબ્ધ થશે.
Realme Narzo 70-Pro 5G: એક્સ્પેક્ટેડ સ્પેસિફિકેશન
ડિસ્પ્લે: 6.67-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ, 2000nits પીક બ્રાઇટનેસ
પ્રોસેસર: મીડિયાટેક ડાયમેન્સિટી 7050
રેમ: 8 જીબી
સ્ટોરેજ: 128 જીબી / 256 જીબી
રીઅર કેમેરા: OIS સાથે 50 MP (Sony IMX890) પ્રાથમિક સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ, 2MP મેક્રો
ફ્રન્ટ કેમેરા: 16MP
બેટરી: 5000mAh
ચાર્જિંગ: 67W
જાડાઈ: 7.97 મીમી
વજન: 195 ગ્રામ