અમદાવાદ, ગુરુવાર
Rain Alert In Gujarat : ગુજરાતમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે.
7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે, પરંતુ તારીખ 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે.
ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.
રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમા તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું.