નવી દિલ્હી.
Prime Minister Narendra Modi: રશિયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાતે જવાના છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ પીએમ મોદીની કિવની આ પ્રથમ મુલાકાત હશે.
વાસ્તવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું છે અને તેઓ 23 ઓગસ્ટની આસપાસ યુક્રેનની મુલાકાત લઈ શકે છે. જો કે, તારીખોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.