અમદાવાદ, સોમવાર
Paresh Goswami predicted : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ઉનાળો જામે તે પહેલા મહત્વની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ પ્રી-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.70 દિવસ પછી શું થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
પરેશ ગોસ્વામીએ ઉનાળાની શરૂઆતમાં મહત્વની આગાહી કરી છે.રાજ્યમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં જ પ્રથમ હીટવેવ આવવાની સંભાવનાઓ છે.આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને 18થી 21 માર્ચ વચ્ચે હીટ વેવનો પહેલો રાઉન્ડ નોંધાય તેવી શક્યતાઓ છે.18 તારીખથી રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.
તેમજ ખેડૂત મિત્રોને મહત્વની સલાહ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે માર્ચના અંતમાં વર્ષની પહેલી હીટવેવની લહેર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ મે મહિનાના અંતમાં પ્રી-પોન્સુન એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને મોડું ઉનાળું વાવેતર કરી રહેલા ખેડૂતોને ચેતવણી આપી છે. પ્રી-મોન્સુન દરમિયાન થનારા વરસાદની અસર ઉભા પાક પર થઈ શકે છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તે પહેલા આ વર્ષે મે મહિનાની 24થી 28 મે દરમિયાન પ્રી-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદનો પહેલો રાઉન્ડ થઈ શકે છે.
મે બાદ જૂનમાં પણ પ્રી-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે અને તેની સંભાવનાઓ 2થી 8 જૂન દરમિયાનની છે.તેમજ ઉનાળુ પાક લેનારા અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે બનાસકાંઠા જેવા વિસ્તારોમાં બાગાયતી પાક લેનારા ખેડૂતોને બહુ વાંધો નથી આવતો પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાગાયતી પાક લેનારા ખેડૂતોનુ મુશ્કેલી પ્રી-મોન્સુન એક્ટિવિટી વધારી શકે છે.
મે મહિનાના અંતમાં કેરીના પાકમાં હાર્વેસ્ટિંગનો સમય હોય છે, આવા સમયે પ્રી-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થાય તો તૈયાર થયેલા પાકને નુકસાન થઈ શકે છે.આ વર્ષે પણ એવી ભીતી દેખાઈ રહી છે.જોકે, તેમણે કહ્યું કે આ લાંબાગાળાનું અનુમાન છે અને તેને અંતિમ સમજવાનું નથી. પરંતુ ખેડૂત મિત્રોએ પોતાના પાકની તકેદારી રાખવી જરુરી છે.આ સાથે તેમણે વર્ષ 2024નું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. આગામી સમયમાં ચોમાસાની વિગતવાર આગાહી કરવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.