લખનઉ, મંગળવાર
Mukhtar Ansari Case : માફિયા ડોન મુખ્તાર અંસારીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્તાર અંસારીનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે. વિસેરાની તપાસમાં કોઈ ઝેર મળ્યું નથી. વિસેરા રિપોર્ટ ન્યાયિક તપાસ ટીમને મોકલવામાં આવ્યો છે.
બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીનું 28 માર્ચના રોજ મોડી રાત્રે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્તારના પરિવારે જેલમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાની તપાસ મેજિસ્ટ્રેલ અને ન્યાયિક તપાસ દ્વારા કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટ એટેકથી મોતની પુષ્ટિ થઈ છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે પણ માફિયા ડોન મુખ્તાર અંસારીના મોત પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે મુખ્તાર અંસારીનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. જો કે તેમના મોત અંગે ન્યાયિક તપાસ ચાલી રહી છે.
ડીજીપી પ્રશાંત કુમારે એમ પણ કહ્યું હતું કે મુખ્તાર અંસારી પહેલાથી બીમાર હતા અને સારી સારવાર માટે તેમને સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.