નવી દિલ્હી, ગુરુવાર
MS Dhoni, IPL 2024: IPL 2024ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. એમએસ ધોનીએ (MS Dhoni) ફરી એકવાર CSKની કેપ્ટનશીપને અલવિદા કહી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni) જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને (Rituraj Gaikwad) ટીમનો નવો કેપ્ટન (new captain) બનાવવામાં આવ્યો છે. IPLની શરૂઆત પહેલા તેને આ જવાબદારી સોંપવામાં આવી છે. IPLએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી હતી.
એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે. IPL 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની સોંપી છે. શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે રમાશે.
શુક્રવારે ચેન્નાઈનો મુકાબલો આરસીબી સાથે થશે
22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 17મી સિઝન પહેલા CSKના ચાહકોને આ આંચકો લાગ્યો છે. CSK તેની પ્રથમ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે RCB સામે રમશે. ધોનીના નેતૃત્વમાં ટીમે ગત સિઝનમાં ફાઈનલ મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં CSKને પાંચ વખત IPL ટાઇટલ જીતાડ્યું
ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં CSKને પાંચ વખત IPL ટાઇટલ જીતાડ્યું છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ધોનીએ આ જવાબદારી છોડી હોય. આ પહેલા IPL 2022માં પણ ટીમ મેનેજમેન્ટે કેપ્ટનશિપમાં ફેરફાર કર્યો હતો. ધોનીની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
જો કે, તે આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શક્યો ન હતો અને ટીમને લીગ મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેણે સીઝનની વચ્ચે જ ટીમ છોડી દીધી હતી અને કેપ્ટનશિપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી ધોનીએ ફરી એકવાર કેપ્ટન્સી સંભાળી. ગત સિઝનમાં ટીમે તેનું પાંચમું ટાઇટલ જીત્યું હતું.
ગાયકવાડને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો?
ગાયકવાડને લાંબા સમયથી ક્રિકેટ વર્તુળોમાં નેતૃત્વ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો હતો. જ્યારે તેણે ચેન્નઈ માટે તેની પ્રથમ સિઝન રમી હતી ત્યારે પણ કેટલાક નિષ્ણાતો તેને ભાવિ કેપ્ટન કહી રહ્યા હતા. તે ધોનીની પસંદગી હોવાનું પણ કહેવાય છે. આ સિવાય તે બેટિંગમાં પણ ખૂબ જ સાતત્યપૂર્ણ છે. તેણે 2022 સિઝન સિવાય દર વર્ષે CSK માટે 40 થી ઉપરની એવરેજથી રન બનાવ્યા છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મહારાષ્ટ્રની કેપ્ટનશિપ કરી રહ્યો છે.