અમદાવાદ, શનિવાર
Meteorological department forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતી કલાકની રહેશે. અમદાવાદમાં 14મેના રોજ થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. તેમજ 15 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં તાપામાનનો પારો ઘટવાની શક્યતા છે.
આજે વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડવાની આગાહી છે. 12 મેએ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાનગર હવેલી, દમણ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદની આગાહી છે.
13 મે ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદારનગર હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
14 મે ક્યાં વરસાદની આગાહી
બાનાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ,મહીસાગર
15 મે ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
16 તારીખ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે મે મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતો હોય છે, જે છેલ્લા પાંચ દિવસથી વર્તાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આજરોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્ય તા વ્યક્ત કરી છે. હજુ પણ આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ સાથે વરસાદના એંધાણ રહેલા છે.