નવી દિલ્હી, બુધવાર
Maruti Suzuki : મારુતિ સુઝુકી એપ્રિલ મહિનામાં લગભગ સમગ્ર નેક્સા લાઇન-અપમાં આકર્ષક લાભો આપી રહી છે, જેમાં ગ્રાન્ડ વિટારા, બલેનો અને ફ્રોન્ક્સ જેવા લોકપ્રિય મોડેલોનો સમાવેશ થાય છે. આ લાભો રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર તેમજ કોર્પોરેટ લાભના રૂપમાં મેળવી શકાય છે. આ મહિને માત્ર ઇન્વિક્ટો એમપીવી પર જ લાભ આપવામાં આવી રહ્યો નથી. ઓટોકાર ઇન્ડિયા તરફથી આ માહિતી મળી છે.
અહીં તમને જણાવવું જરૂરી છે કે આ ડિસ્કાઉન્ટ અલગ અલગ શહેરો અનુસાર અલગ અલગ હોઇ શકે છે. ઉપરાંત, સ્ટોકની ઉપલબ્ધતા પણ આને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ચોક્કસ માહિતી માટે ચોક્કસપણે તમારા સ્થાનિક ડીલરને મળો.
Maruti Suzuki Fronx
કંપની Fronxના ટર્બો-પેટ્રોલ વેરિએન્ટ્સ પર 68,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. જેમાં 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 30,000 રૂપિયાની વેલોસિટી એડિશન એક્સેસરી કિટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 13,000 રૂપિયાનો કોર્પોરેટ બેનિફિટ સામેલ છે. રેગ્યુલર પેટ્રોલ અને સીએનજી વેરિઅન્ટને અનુક્રમે રૂ.20,000 અને રૂ.10,000નો ખૂબ જ ઓછો એકંદર લાભ મળે છે.
Maruti Suzuki Grand Vitara
ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ રૂ. 79,000 સુધીના લાભો સાથે મેળવી શકાય છે, જેમાં રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 50,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000 સુધીની કોર્પોરેટ ઓફરનો સમાવેશ થાય છે. ઉપરાંત, ગ્રાન્ડ વિટારાના રેગ્યુલર પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 30,000ના થોડા ઓછા એક્સચેન્જ લાભને કારણે રૂ. 59,000 સુધીનો લાભ મેળવી શકાય છે.
આ જ રીતે એપ્રિલ મહિનામાં ગ્રાહકો મારુતિ સુઝુકી જિમ્ની પર 1.50 લાખ રૂપિયા, મારુતિ સુઝુકી ઇગ્નિસ પર 58,000 રૂપિયા, મારુતિ સુઝુકી બલે નો પર 53,000 રૂપિયા, મારુતિ સુઝુકી સિયાઝ પર 53,000 રૂપિયા સુધી અને મારુતિ સુઝુકી એક્સએલ6 પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.