નવી દિલ્હી, શનિવાર
Lok Sabha Election 2024 Date : ચૂંટણી પંચ હવેથી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવા જઈ રહ્યું છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા નવી લોકસભાની રચના થવાની છે. આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે.
2024ની લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા છે. લોકસભાની સાથે જ 4 રાજ્ય – આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે.543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કા માટે 15થી 18 એપ્રિલની વચ્ચે મતદાન થઈ શકે છે જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થઈ શકે છે. 23મી મેના રોજ પરિણામ શક્ય છે. ચૂંટણીપંચે લોકસભા અને ચાર વિધાનસભા ચૂંટણી માટે 3.4 લાખ કેન્દ્રીય દળોની માગણી કરી છે. આયોગ 97 કરોડ મતદારો માટે દેશભરમાં લગભગ 12.5 લાખ મતદાન મથકો બનાવી શકે છે.
100 વર્ષથી ઉપરના 2.18 લાખ મતદારો જ્યારે 88.5 લાખ દિવ્યાંગ મતદારો
CEC રાજીવ કુમારે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારો છે, જ્યારે 88.5 લાખ દિવ્યાંગ મતદારો છે. તેવી જ રીતે 85 વર્ષથી વધુ વયના કુલ 82 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભા ચૂંટણીના કુલ મતદારોમાં 49.7 કરોડ પુરુષ અને 47.15 કરોડ મહિલા મતદારો છે.
85+ અને દિવ્યાંગ લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા
અમે 85 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને દિવ્યાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લઈશું. નોમિનેશન પહેલા તેમના ઘરે ફોર્મ પહોંચાડવામાં આવશે. આ સંદર્ભે, આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે.
દેશમાં આશરે 21.5 કરોડ યુવા મતદારો અને 1.82 કરોડ નવા મતદારો છે.
CEC રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં 55 લાખ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં લગભગ 21.5 કરોડ યુવા મતદારો છે, જ્યારે 1.82 કરોડ નવા મતદારો છે.
સીઈસી રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી માટે અમારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણી માટે અમારી તૈયારીઓ પૂર્ણ છે અને સમગ્ર વિશ્વ ભારતમાં યોજાનારી ચૂંટણી પર નજર રાખી રહ્યું છે.
CEC રાજીવ કુમારે કહ્યું, અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવીશું
CEC રાજીવ કુમારે કહ્યું, “હું દેશમાં 800 જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યો. એસપી અને અધિકારીઓને મળ્યા અને મને વિશ્વાસ છે કે અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવીશું.
97 કરોડ મતદારો 10.5 લાખ મતદાન મથકો પર મતદાન કરશે
97 કરોડ મતદારો મતદાન કરશે. 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તહેનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1.82 કરોડ યુવા મતદારો છે જે આ વખતે મતદાન કરશે. તેમણે કહ્યું કે 18 થી 29 વર્ષની વયના 21.5 લાખ મતદારો છે.
અમે હિંસા મુક્ત ચૂંટણી ઈચ્છીએ છીએ
બાપુએ કહ્યું હતું- હું હિંસાનો વિરોધ કરું છું, કારણ કે તેના દ્વારા મળેલા ઉકેલ થોડા સમય માટે છે, નફરત કાયમ માટે હોય છે.
ફરિયાદ અને ગડબડી પર સતત નજર રહેશે
દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ છે. ટીવી, સોશિયલ મીડિયા, વેબકાસ્ટિંગ, 1950 અને સી વિજીલ પર ફરિયાદની વ્યવસ્થા કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારી આ 5 બાબતો પર હંમેશા નજર રાખશે. જ્યાં ફરિયાદ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તમામ અધિકારીઓને હિંસા ન થવા દેવાની સૂચના આપી છે. પોલીસ બિનજામીનપાત્ર વોરંટની અમલવારી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર કડક ચાંપતી નજર રાખવામાં આવી છે. ડ્રોન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ફરિયાદ મળતાની સાથે જ ટીમ 100 મિનિટમાં સ્થળ પર પહોંચી જશે
જો કોઈને સી-વિજીલ એપમાં ફરિયાદ કરવી હોય તો ક્યાંક પૈસા કે ભેટ વહેંચવામાં આવી રહી છે. ફક્ત એક ફોટો લો અને અમને મોકલો. અમને ખબર પડશે કે તમે ક્યાં ઉભા છો. 100 મિનિટમાં તેની ટીમ મોકલીને ફરિયાદનું નિરાકરણ કરશે.