અમદાવાદ, શનિવાર
LOK SABHA ELECTION 2024 : દેશમાં લોકસભા ચૂંટણી 2024 (LOK SABHA ELECTION 2024) ની જાહેરાત કરી દેવામાં આવી છે.આવા સમયે ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બુથ લેવલ ઓફિસર(BLO) અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યા ઓ ઉદભવતી હોય છે. ત્યારે લોકોની આ મૂંઝવણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્રારા વોટર હેલ્પલાઇન એપ શરૂ કરી છે, જેમાં લોકોને સવાલ અનેક, સમાધાન એક મળી રહેશે.
મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા વહીવટી તંત્ર દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) શરૂ કરવામાં આવી છે. જે લોકોની તમામ સમસ્યાઓનુ સમાધાન લાવશે. જયા વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલો નું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ બની રહેશે.
વોટર હેલ્પલાઈન એપનાં માધ્યમથી મતદારોને ઉપયોગી તમામ માહિતી મળી શકશે. આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવા ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. તેમજ મતદારો અને મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બુથ લેવલ ઓફિસર)/ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.
મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.ફરિયાદ કરી શકાય છે તથા કરેલ ફરિયાદ ની સ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે. ચૂંટણી પરિણામ મેળવી શકાય છે.ઉમેદવાર કોણ છે તે અને અન્ય બાબતો પણ આ એપ્લિકેશન મારફતે જોઈ શકાશે.
વહીવટી તંત્ર દ્રારા મતદારને અપીલ પણ કરાઈ છે કે મતદાર કાર્ડ કે અન્ય બાબતોની અવઢવ દુર કરવા મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકે શન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ. જેથી કરીને તે મતદાન અંગેની અનેકવિધ સુવીધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહી ના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે.