અમદાવાદ, ગુરૂવાર
Jayesh Radadiya : IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું. જેમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે.
સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા છે.
ઇફ્ફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે.ભાજપે બિપીન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે.
60324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી.
ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની જીત થઈ ગઈ છે.
જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે. જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.