અમદાવાદ, શુક્રવાર
આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાનાં બીજા અઠવાડિયામાં અચાનક જ ગરમીનો પારો ઉંચકાવા પામ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉનાળાનાં પ્રારંભે જ 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોચ્યું હતું.
અમદાવાદ સહિત રાજ્યના ભાગોમાં હવે બપોરના સમયે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ આગામી પાંચ દિવસના હવામાનની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે.
માર્ચ મહિનાનાં બીજા અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો 34 ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાત્રીનાં સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે. 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. જેના કારણે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પોહચી શકે છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. જે બાદ સુરેન્દ્રનગરમાં 34.7 અને બાદમાં અમદાવાદમાં 34.5 તાપમાન વધુ નોંધાયું છે. તો 9 શહેરોમાં તાપમાન 34 ડીગ્રીને પાર પોહચ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના તાપમાન અંગે વાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, વરસાદ થવાની સંભાવનાઓ નથી. આગામી પાંચ દિવસની આગાહી કરીને અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે.