ગાંધીનગર, ગુરુવાર
Gujarat Lok Sabha Elections 2024 : ગાંધીનગર જિલ્લાના પાંચેય મતદાન મથકોનું સંચાલન યુવા કર્મયોગીઓ તેમજ દિવ્યાંગો દ્વારા કરવામાં આવશે. દરેક મતદાર વિભાગ દીઠ એક એક આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક અને પી.ડબલ્યુ.ડી મતદાન મથક ઉભા કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ, માણસા, કલોલ, ગાંધીનગર(દ) અને ગાંધીનગર (ઉ) એમ પાંચ વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. આ તમામ મતદાર વિભાગમાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં લોકસભા સમાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના અવસરમાં વધુને વધુ મતદારો સહભાગી બને અને સાચા અર્થમાં લોકશાહીનો અવસર ઉજવાય તે દિશામાં પણ નક્કર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ દવેના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના અવસરમાં વધુને વધુ મતદારો સહભાગી બને અને સાચા અર્થમાં લોકશાહીનો અવસર ઉજવાય તે દિશામાં પણ નક્કર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તમામ મતદાર વિભાગમાં આદર્શ મતદાન મથક ઉભા કરવામાં આવશે. જેમાં 34 – દહેગામ મતદાર વિભાગમાં 132- મીઠાના મુવાડા-3, 35 – ગાંધીનગર(દ) મતદાર વિભાગમાં 78- પુન્દ્રાસણ- 1, 36 – ગાંધીનગર(ઉ)માં 179, ગાંધીનગર- 87, જયારે 37 – માણસા મતદાર વિભાગમાં 183, બળીયાનગર ( માણેકપુર) અને 38 કલોલ મતદાર વિભાગમાં 156- બોરીસણા – 13 ખાતે આદર્શ મતદાન મથક બનાવવામાં આવશે.આ પાંચેય મતદાર વિભાગ દીઠ એક યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે.
યુવા મતદાન મથક ખાતે તમામ યુવાન અધિકારી- કર્મચારીઓ દ્વારા મતદાન મથકનું સંચાલન કરવામાં આવશે. આ પ્રકારના મતદાન મથક 34- દહેગામ મતદાન વિભાગમાં 75 – અહેમદપુરા, 35- ગાંધીનગર(દ) મતદાર વિભાગમાં 95- સરગાસણ – 6, 36- ગાંધીનગર(ઉ) મતદાન વિભાગમાં 147- ગાંધીનગર- 55, જયારે 37- માણસા મતદાર વિભાગમાં 198- ભીમપુરા અને 38 કલોલ મતદાર વિભાગમાં 155- બોરીસણા – 12 ખાતે યુવા મતદાન મથક બનાવવામાં આવશે.
દિવ્યાંગો દ્વારા સંચાલિત પીડબલ્યુડી મતદાન મથકો પણ પાંચેય વિઘાનસભા મતદાર વિભાગ દીઠ એક બનાવવામાં આવશે. જેમાં 34- દહેગામ મતદાન વિભાગમાં 96 પાલૈયા-2, 35- ગાંધીનગર(દ) મતદાર વિભાગમાં 137- કુડાસણ- 9, 36- ગાંધીનગર(ઉ) મતદાન વિભાગમાં 145- ગાંધીનગર- 53, 37- માણસા મતદાર વિભાગમાં 24 – મોતીપુરા વેડા અને કલોલ મતદાર વિભાગમાં 144- બોરીસણા- 1 ખાતે પીડબલયુડી મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકમાં દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી મતદાન કરી શકે તે પ્રકારની તમામ સુવિઘાથી સજ્જ હશે.