અમદાવાદ, શનિવાર
GST Department Investigation : રાજ્યમાં વધુ એકવાર સ્ટેટ GST વિભાગે સપાટો બોલાવ્યો છે. 15 મોટા વોટરપાર્કમાં દરોડા પાડી શંકાસ્પદ વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે 57 કરોડના શંકમંદ વ્યવહાર મળી આવ્યાની વિગતો ધ્યાને આવી છે. અમદાવાદ, રાજકોટ, બનાસ કાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, ખેડામાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે, જે દરમિયાન 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 15 વોટરપાર્કના 27 સ્થળો પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, ખેડામાં GST વિભાગે સપાટો બોલાવ્યો છે.
આ દરોડામાં કોસ્ટ્યુમ, લોકર અને મોબાઈલ કવર માટે વ્યવહારો સામે આવ્યા છે. રૂમના ભાડાની વસૂલાત ક્યુઆર કોડથી સંબંધીઓના ખાતામાં જમા કરતા હતા. GSTની એન્ટ્રી ફી ચોપડા પર ન દર્શાવતા કરચોરીની વિગતો સામે આવી છે.
આમ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલો GST પણ સરકારી તિજોરીમાં જમા ન થતો હોવાનું ધ્યાને આવ્યું છે. કાયદેસર રીતે ન મળવાપાત્ર વેરાશાખ ભોગવી કરચોરી કરી સરકારી વેરો ડુબાડ્યો હોવાની બાબત પણ છતી થઈ છે. તપાસની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવ્યા છે.