ગાંધીનગર, મંગળવાર
Dabhoda Hanuman Temple : આજે દેશભરમાં હનુમાન જયંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્થિત ડભોડા માં આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિ મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં આવી રહી છે.
વહેલી સવારથી ભાવિકો મોટી સંખ્યામાં દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ અવસરે ગામમાં વાજતે ગાજતે નીકળેલા શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાનાં દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું.
ડભોડા ગામે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર હનુમાન જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ડભોડા ગામમાં સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાની નગરમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા નગરમાં ફરીને નિજ મંદિરે પરત ફરી હતી.
ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિ મહોત્સવની રંગરાગ ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ભાવિકો મોટી સંખ્યામાં દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ અવસરે ગામમાં વાજતે ગાજતે નીકળેલા શોભાયાત્રામાં ડ્રોન મારફતે હનુમાન દાદાનાં દર્શને ભાવિકોમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ ડભોડિયા હનુમાન દાદાની ધ્વજારોહણ તેમજ મહાઆરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ 151 કિલોની કેક કાપવામાં આવી હતી.ડભોડિયા દાદાના જન્મોત્સવ નિમિત્તે મંગળા આરતી અને મારૂતિ યજ્ઞ તેમજ 1111 થી વધુ ડબ્બાનો મહારુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં લોકોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તેમજ હનુમાનજીના જન્મોત્સવના વિશિષ્ટ પ્રસંગોનો લાભ લીધો હતો. અમદાવાદના એક ભક્ત એ ડ્રોન દ્વારા હનુમાનજીની પ્રતિકૃતિ આકાશમાં ઉડાડવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર જીલ્લાના પોલીસવડા રવિતેજાએ દર્શનનો લાભ લીધો હતો.
અંદાજે એક હજાર વર્ષ જૂના ડભોડાના આ મંદિર વિશે લોકવાયકા છે કે, મુગલોના શાસન દરમિયાન પાટણ પર અલાઉદ્દીન ખિલજીએ ચઢાઈ કરી હતી. ત્યારે પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો.
તે સમયે આ સ્થળે દેવગઢનું ગાઢ જંગલ હતું. રાજાની ગાયોને ચરાવવા ભરવાડો દેવગઢના જંગલમાં આવતા. આ દરમિયાન એક ગાય ટોળામાંથી છૂટી પડીને એક નિશ્ચિત જગ્યાએ ઊભી રહીને દૂધનો અભિષેક કરતી અને બાદમાં ફરી ગાયોના ટોળામાં આવી જતી.
આ અંગે ભરવાડોએ રાજાને જાણ કરી. જે બાદ રાજાએ તપાસ કરતા ત્યાં કંઈ ચમત્કાર જણાતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું. અહીં થી હનુમાન દાદાની મૂર્તિ મળી આવી હતી. જે બાદ મૂર્તિની સ્થાપના કરીને ડભોડીયા હનુમાનજી મંદિર તરીકે તે ઓળખાવા લાગ્યું.