અમદાવાદ, સોમવાર
Budh Margi 2024 : ગ્રહોનો રાજકુમાર બુધ આ સમયે મેષ રાશિમાં બિરાજમાન છે અને માર્ગી ચાલમાં ગોચર કરી રહ્યો છે. બુધ ગ્રહની સીધી ચાલમાં ગોચરથી અમુક રાશિઓના શુભ દિવસો શરુ થઇ શકે છે.દ્વિક પંચાંગ અનુસાર, 25 એપ્રિલે બુધે માર્ગી ચાલવાનું શરુ કરી દીધું છે. જે 5 ઓગસ્ટ વક્રી થઇ જશે. તો ચાલો જાણીએ 76 દિવસ સુધી બુધના ગોચરથી કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે.
ધન રાશિ: રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. સમાજને પ્રભાવિત કરવાની અને આકર્ષિત કરવાની તમારી ક્ષમતા વધુ તીવ્ર બનશે. ભીડથી અલગ રીતે વિચારશે અને નેતૃત્વ તરફ પગલાં ભરશે. પ્રવાસની પણ સંભાવના છે.
સિંહ રાશિ: બુધની સીધી ચાલ સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં બનાવેલી યોજનાઓ સફળ થવાની સંભાવના વધારે છે. કામ કરનારા લોકોને બુધની કૃપાથી તેમની મહેનતનું ફળ મળશે. તમારા કામની પ્રશંસા થશે અને તમને કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સફળ થશે. આવકના નવા સ્ત્રોત પણ બનશે.
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે બુધની સીધી ગતિ ફાયદાકારક માનવામાં આવે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી, રચનાત્મક કુશળતા મજબૂત થશે. રચનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ રસ રહેશે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓ અને મિત્રોનો સહયોગ મળશે. આ સાથે, ઘણા કાર્યો પૂર્ણ કરીને તમે સામાજિક ક્ષેત્રે પણ સન્માન અને ઓળખ મેળવી શકશો.