નવી દિલ્હી, ગુરુવાર
BJP Candidate 3rd List : ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. જેમાં તમિલનાડુથી 9 ઉમેદવારો ની જાહેરાત કરવામાં આવી છે.કોઈમ્બતુર ના કે અન્નામલાઈ,ચેન્નાઈ દક્ષિણમાંથી તમિલિસાઈ સુંદરરાજન અને એલ.મુરુગન નીલગીરીથી ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે તેની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં માત્ર નવ ઉમેદવારોના નામ છે. આ તમામ નામ તમિલનાડુ લોકસભા સીટના છે.કે.અન્નામલાઈને કોઈમ્બતુર બેઠક પરથી તક આપવામાં આવી છે. કન્યાકુમારીથી પો.રાધાકૃષ્ણન ચૂંટણી લડશે. આ જ તર્જ પર એલ મુરુગન નીલગીરીથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપ તમિલનાડુમાંથી એક પણ સીટ જીતી શક્યું ન હતું. આ વખતે નવા પ્રમુખ અન્ના મલાઈના નેતૃત્વમાં પાર્ટીને દક્ષિણના આ રાજ્યમાંથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.
કોણ છે અન્ના મલાઈ?
અન્ના મલાઈ 2011 બેચના આઈપીએસ અધિકારી છે. તેણે વર્ષ 2019માં પોલીસ સેવા છોડી દીધી હતી. જે બાદ તેઓ વર્ષ 2020માં ભાજપનો ભાગ બન્યા હતા. હાલ તેઓ તમિલનાડુ ભાજપના અધ્યક્ષ છે. અન્ના મલાઈ વર્ષ 2021માં ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમના સૌથી યુવા પ્રમુખ બન્યા. તેમની ઉંમર માત્ર 39 વર્ષની છે. તે તમિલનાડુના કરુર જિલ્લાના થોટ્ટમપટ્ટીમાં એક ખેડૂત પરિવારમાંથી આવે છે. અન્ના મલાઈ ગૌંડર સમુદાયના છે.
પ્રથમ યાદીમાં ભાજપે કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્ટી દ્વારા બીજી યાદી 13 માર્ચે બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. કુલ 72 નામોની જાહેરાત કરવામાં આવી હતી.