અમદાવાદ, સોમવાર
Benefits of fruits : શક્કરટેટીમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ અને ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેના બીજમાં ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે જે આપણને ઘણી બીમારીઓથી રાહત અપાવે છે.
શક્કરટેટી ઉનાળાની ઋતુમાં જોવા મળતું એક રસદાર ફળ છે. જેમાં 90 ટકા સુધી પાણી હોય છે. શક્કરટેટીમાં વિટામિન્સ અને મિનરલ્સની સાથે સાથે અનેક ઔષધીય ગુણ પણ છુપાયેલા છે. તે અનેક પ્રકારના રોગોને રોકવામાં અસરકારક છે. શક્કરટેટીના ફળ સિવાય તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. જેના ઉપયોગથી હાડકાં, વાળ અને નખ મજબૂત થાય છે.
શક્કરટેટીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં ખાંડ અને કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. જેના કારણે તે સ્થૂળતાની સમસ્યાથી રાહત અપાવે છે. સાથે જ તે વજન નિયંત્રણમાં ખૂબ અસરકારક છે.શક્કરટેટીના ફળ સિવાય તેના બીજમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. શક્કરટેટીના દાણાને ઘીમાં શેકીને તેને ખાંડની સાથે ભેળવીને ખાવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય તેના બીજના ઉકાળાથી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે
શક્કરટેટીનું સેવન તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે અનિદ્રાથી પણ રાહત આપે છે. પરંતુ, જો શક્કરટેટીનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે, પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. ઝાડા, ઉલ્ટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શક્કરટેટીના ફળ સિવાય તેના બીજમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. શક્કરટેટીના બીજ અને ફળની છાલને પીસીને ચહેરા પર લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે. ચહેરાની ત્વચા નરમ અને ચમકદાર બની જાય છે.