Anant and Radhika’s reception: અનંત આંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં નીતા અંબાણી પિંક કલરની સાડીમાં જોવા મળી હતી. તેણે હેવી સાડી સાથે હેવી ડાયમંડ જ્વેલરી, માથા પર ગુલાબી બિંદી સાથે પોતાના લૂકને કંપલીટ કર્યો હતો. આ લૂકમાં તે ખૂબજ સુંદર લાગી રહ્યા હતા.
નીતા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના કવરેજ માટે પાપારાઝીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજે Jio વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત કપલના રિસેપ્શનના રેડ કાર્પેટ પર પહોંચીને, તેમણે ફોટોગ્રાફરો અને મીડિયા કર્મચારીઓનો ખાસ રીતે આભાર માન્યો હતો.
નીતાએ સ્વાગત કરતા ત્યાં હાજર દરેક પાપારાઝીને કહ્યું કે અંબાણી પરિવાર સોમવારે સાંજે તેમના માટે ખાસ ડિનરનું આયોજન કરશે. તેમણે તમામ ફોટોગ્રાફરોને આમંત્રણ આપ્યું અને તેઓને તેમના પરિવારજનોને કાર્યક્રમમાં લાવવાનો પણ આગ્રહ કર્યો હતો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એક ભવ્ય કાર્યક્રમ હતો, જેમાં જીવનના વિવિધ ક્ષેત્રના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. રાજકીય નેતાઓ, રમતગમતની હસ્તીઓ અને બોલિવૂડ, હોલીવુડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ જગતની હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ કિમ કાર્દાશિયન, ખલો કાર્દાશિયન અને જ્હોન સીના પણ આવ્યા છે. પાવર કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સાથે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ પ્રસંગમાં સામેલ થયા હતા. ક્રિકેટના દિગ્ગજ એમએસ ધોની અને સચિન તેંડુલકર સાથે બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરિના કૈફ પણ હાજર રહ્યા હતા, જેણે આ પ્રસંગને ખરેખર યાદગાર બનાવ્યો હતો.
Jio વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત રિસેપ્શન પણ ભવ્ય રીતે ઉજવણીનો એક ભાગ છે જ્યાં મહેમાનોએ ઝગમગાટ અને મનોરંજનની રાત્રિનો આનંદ માણ્યો હતો. અનંત અને રાધિકાના લગ્નને નિઃશંકપણે વર્ષની સૌથી ભવ્ય ઉજવણી માંની એક માનવામાં આવશે. જેમાં જીવનના તમામ ક્ષેત્રના દિગ્ગજ લોકો બે સુંદર વ્યક્તિઓના લગ્નને માન આપવા માટે એકસાથે આવ્યા છે.