નવી દિલ્હી, સોમવાર
Ola Electric vehicles : નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24માં ઓલા ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન 115 ટકા વધીને 328,785 યુનિટ થયું છે. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીના 1,52,741 વાહનો નોંધાયા હતા. કંપનીએ સોમવારે આ જાણકારી આપી.નાણા કીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 119,310 વાહનો નોંધાયા હતા, જે ત્રીજા ક્વાર્ટરના 84,133 વાહનો કરતાં 42 ટકા વધુ છે.
ઓલાના સ્થાપક અને ચેરમેન ભાવિશ અગ્રવાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024માં EV ઉદ્યોગમાં 30 ટકાનો જંગી વધારો થયો હતો અને EV વાહનોનું પ્રમાણ માર્ચમાં નવ ટકાને વટાવી ગયું હતું.
એસ1 એક્સ (4kWh)ના લોન્ચિંગ સાથે, ઓલા ઇલેક્ટ્રિકે તેના પોર્ટફોલિયોને છ ઉત્પાદનો (S1 Pro, S1 એર, S1 X+, S1 X +, S1 X – 2 kWh,3kWh, 4kWh) માં વિસ્તૃત કર્યો છે. તેમની કિંમત અલગ અલગ હોય છે અને તે વિવિધ શ્રેણીની આવશ્યકતાઓને પૂરી કરવામાં સક્ષમ હોય છે.
ઓલા ઇલેક્ટ્રિકના ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “હકીકત એ છે કે અમે નાણાકીય વર્ષ 2023-24 ના ક્વાર્ટર 4 માં લગભગ 1.20 લાખ રજિસ્ટ્રેશન નોંધ્યા છે, જે અમારા મજબૂત સ્કૂટર પોર્ટફોલિયોને પ્રતિબિંબિત કરે છે, અને અમારું લક્ષ્ય વૃદ્ધિના માર્ગને ચાલુ રાખવાનું અને દેશની ઇલેક્ટ્રિફિકેશન યાત્રામાં વધુ યોગદાન આપવાનું છે.”
Ola ઈલેક્ટ્રીકે તેના વાહનોની સમગ્ર શ્રેણી માટે કોઈ વધારાના ખર્ચ વિના આઠ વર્ષ/80 હજાર કિમીની વિસ્તૃત બેટરી વોરંટી પણ લોન્ચ કરી છે.