નવી દિલ્હી, બુધવાર
Womens Asia Cup 2024 schedule : એશિયન ક્રિકેટ કાઉન્સિલે મહિલા એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકાના દામ્બુલામાં કરવામાં આવશે. પ્રથમ મેચ 19મી જુલાઈના રોજ રમાશે. જ્યારે ફાઈનલ 20મી જુલાઈના રોજ રમાશે.
ચાહકો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. આ વર્ષે સૌથી અલગ બાબત એ હશે કે આ સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ગત સિઝનમાં આ ટુર્નામેન્ટમાં માત્ર 7 ટીમો જ ભાગ લઈ શકી હતી.એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે એક નિવેદન માં જણાવ્યું હતું કે, “એક રોમાંચક ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છીએ જે ખેલાડીઓ અને ચાહકો બંનેને પ્રેરણા આપશે.” મહિલા ટી20 એશિયા કપ 2024 મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ACCની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ ક્ષેત્રમાં સતત વધતી સ્પર્ધા જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 જુલાઈએ શાનદાર મેચ રમાશે. ભારત, પાકિસ્તાન, નેપાળ અને UAEની ટીમોને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો છે. ગયા વર્ષે ભારતે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
એશિયા કપ 2024 શેડ્યૂલ:
પાકિસ્તાન vs નેપાળ – શુક્રવાર 19મી જુલાઈ
ભારત vs UAE – શુક્રવાર 19 મી જુલાઈ
મલેશિયા vs થાઈલેન્ડ – શનિવાર 20 મી જુલાઈ
શ્રીલંકા vs બાંગ્લાદેશ – શનિવાર 20 મી જુલાઈ
નેપાળ vs UAE – રવિવાર 21 જુલાઈ
ભારત vs પાકિસ્તાન – રવિવાર 21 જુલાઈ
શ્રીલંકા vs મલેશિયા – સોમવાર 22 જુલાઈ
બાંગ્લાદેશ vs થાઈલેન્ડ – સોમવાર 22 જુલાઈ
પાકિસ્તાન vs UAE – મંગળવાર 23 જુલાઈ
ભારત vs નેપાળ- મંગળવાર 23 જુલાઈ
બાંગ્લાદેશ vs મલેશિયા – બુધવાર 24મી જુલાઈ
શ્રીલંકા vs થાઈલેન્ડ – બુધવાર 24મી જુલાઈ
સેમી-ફાઇનલ 1- શુક્રવાર 26મી જુલાઈ
સેમી-ફાઇનલ 2- શુક્રવાર 26મી જુલાઈ
ફાઇનલ – રવિવાર 28મી જુલાઈ