નવી દિલ્હી, મંગળવાર
ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્ન સંપન્ન થયા છે. અનુરાધા સવારે લગભગ 9 વાગે લગ્નના પંડાલમાં પહોંચી હતી. શરૂઆતમાં અનુરાધા ઉર્ફે મેડમ મિન્ઝ પોતે એન્ટ્રી પર ગેસ્ટ લિસ્ટ ચેક કરી રહી હતી. કાલા જઠેડી ઉર્ફે સંદીપને દિલ્હી પોલીસ ત્રીજી બટાલિયન સ્વાટ કમાન્ડો સાથે સવારે 10.15 વાગ્યે લગ્ન સ્થળે લઈ ગઈ હતી.
કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિન્ઝના ચર્ચાસ્પદ લગ્ન થઈ ગયાં છે. ગેંગસ્ટર કપલે દિલ્હીના દ્વારકાના સંતોષ પેલેસમાં સાત ફેરા લીધાં હતા. આ દરમિયાન લેડી ડોન લાલ રંગની જોડીમાં જોવા મળી હતી, જ્યારે કાલા જઠેડી કુર્તા-પાયજામા અને માથા પર લાલ પાઘડી પહેરી હતી. અનુરાધા જાતે કાર ડ્રાઈવ કરીને પરિવારના સભ્યો સાથે દિલ્હી પહોંચી હતી.
બંને લગ્નના મંડપમાં પહોંચ્યા, જ્યાં તેણે લેડી ડોનની માંગ ભરી હતી. લગ્ન બાદ તેને પાછો તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આવતીકાલે ઘર વાપસીની વિધિ માટે ગેંગસ્ટર કપલને સોનીપતના જઠેડી ગામમાં લઈ જવામાં આવશે.
લગ્નના પંડાલના પ્રથમ સ્તરમાં, મહેમાનોને તેમના આધાર કાર્ડ સાથે નામોની સૂચિ મેચ કર્યા પછી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે બીજા લેયરમાં હાજર પોલીસ કર્મચારીઓ તપાસ કરી રહ્યા હતા. ત્રીજું લેયર મેટલ ડિટેક્ટરનું હતું. ચોથા લેયરમાં પોલીસકર્મીઓ જાતે લગ્નની ફોટોગ્રાફી કરી રહ્યા હતા.
લગ્ન પંડાલની આસપાસના ઘરોની છત પર પોલીસકર્મીઓ અને સ્નાઈપર્સ પણ તૈનાત હતા. પોલીસ સુરક્ષા હેઠળ વરમાળા અને રાઉન્ડ પણ થયા હતા. પંડિતે 12 વાગ્યાની આસપાસ ફેરાનો સમય નક્કી કર્યો હતો. કોઈપણ ગેંગ વોરની સંભાવનાને પહોંચી વળવા ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ સેલ, સ્થાનિક પોલીસ અને સ્વાટ કમાન્ડોની ટીમો હાજર હતી. પંડાલની બહાર યુનિફોર્મ અને સિવિલમાં 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત હતા. લગ્નમાં 70 થી 80 જેટલા મહેમાનો જ આવ્યા હતા. કાલા જઠેડી ઉર્ફે સંદીપ એક કુખ્યાત ગેંગસ્ટર છે, જેની સામે હત્યા સહિતના 76 કેસ નોંધાયેલા છે.એક જમાનામાં સંદીપના માથા પર 7 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું આની પરથી ખબર પડે છે તે કેટલો ખૂંખાર અપરાધી છે.