અમદાવાદ, રવિવાર
Dr Vaishali Joshi Suicide Case : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઝેરી ઈંજેક્શન મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે તબીબ મહિલાએ કરેલી આત્મહત્યાને લઈ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. સુસાઈડ નોટમાં PI ખાચર નામનો ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મહિલા ડોક્ટરની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા તબીબ પીઆઈ બી.કે. ખાચરના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર થઇ હતી.. ડો. વૈશાલી જોષી (32)ની આત્મહત્યાના કેસમાં ગુજરાતમાં અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વૈશાલી પાંચ વર્ષથી પોલીસ ઈન્સ્પેક્ટર બીકે ખાચર સાથે સંબંધમાં હતી. પાંચ મહિના પહેલા પોલીસ ઈન્સ્પેક્ટર ખાચરે વૈશાલી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. વૈશાલી જોશી બ્રેકઅપ અને કમ્યુનિકેશનના અભાવને કારણે ખૂબ જ તણાવમાં હતી. આ પછી જ વૈશાલીએ ઝેરનું ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં મહિલા તબીબના આપઘાતના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોના નિવેદન લીધા છે. આમાં મહિલા ડૉક્ટરના રૂમમેટ્સ અને સહકર્મીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ ફરાર આરોપી પોલીસ ઈન્સ્પેક્ટરની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
સુસાઈડ નોટમાં ઉલ્લેખ
વૈશાલી પાસેથી 15 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં પીઆઈ બી.કે.ખાચરનું નામ લખવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. વૈશાલી જોષી છેલ્લા પાંચ વર્ષથી ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં કામ કરતા ઇન્સ્પેક્ટર સાથે સંબંધમાં હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધો બગડ્યા હતા અને ડૉક્ટર ડિપ્રેશનમાં હતી. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વૈશાલી જોષી એક વખત પીઆઈ ખાચરને મળવા માંગતી હતી. આ માટે તેણે ઘણા ફોન અને વોટ્સએપ કોલ કર્યા હતા. આટલું જ નહીં, વૈશાલી જોષીએ તપાસ માટે EOW ઓફિસની બહાર ઘણા દિવસો સુધી રાહ જોઈ, ખાચરે વૈશાલી જોશીને મળવાની ના પાડી દીધી. આ પછી જ્યારે કોઈ વિકલ્પ બચ્યો ન હતો ત્યારે વૈશાલીએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક
પીજીમાં રહેતા ડો.વૈશાલી જોષી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. પીઆઈ ખાચર અને ડો.વૈશાલી જોષી ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ પછી બંનેની નિકટતા વધી અને રિલેશનશિપમાં આવી ગયા. ખાચર સાથેના સંબંધો તૂટવાને કારણે ડોક્ટર તણાવમાં હતી અને માનવામાં આવે છે કે આ પછી વૈશાલી જોશીએ ઝેરનું ઈન્જેક્શન આપીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો, તેથી જ ડૉ.વૈશાલી જોષીએ પોતાની 15 પાનાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું અંતિમ પગલું ભરીશ. લે હું જાઉં છું અને તેના માટે પીઆઈ ખાચર જવાબદાર છે. મારા અંતિમ સંસ્કાર પીઆઈ ખાચર દ્વારા કરવામાં આવશે તેવું પણ સુસાઈડ નોટમાં લખ્યું છે.ત્યારે હાલ તો ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.