અમદાવાદઃ
Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 137 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 8 ઈંચ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. આ સાથે પલસાણા, સુરત, નિઝર, મહુવા, અંકલેશ્વર, ઓલપાડ, બારડોલી, પારડી, પાટણ, ખંભાત, ગણદેવી, ઉમરપાડામાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાનશાસ્ત્રી અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તેમના જણાવ્યા અનુસાર સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જે બાદ મંગળવારે ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, અરવલી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ત્રીજા દિવસે એટલે કે બુધવારે ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુરુવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તેમજ ગુજરાતના ચોમાસા અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ આ સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર છે. આ સિસ્ટમ આગામી બે-ત્રણ દિવસ સુધી અમલમાં રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં કુલ વરસાદ 284 મીમી નોંધાયો છે.