અમદાવાદ,
Gujarat Rain Forecast: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી! તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે તે જાણો ગુજરાતમાં હાલમાં ચોમાસું સક્રિય છે અને તેની સાથે સતત ભારે અને તોફાની વરસાદની સિસ્ટમ પણ રચાઈ રહી છે. આજે, ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકાંઠે એક ટ્રફ પણ હાજર છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભારે અને મોટા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. તો આજે આપણે જોઈશું કે આજે અને આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ પડશે.
અમદાવાદ હવામાન વિભાગ, એ.કે. દાસે સોમવારે બપોરે જણાવ્યું હતું. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને એક દિવસ પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મતલબ કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 16 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 16 થી 18 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, ત્યારબાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.