કચ્છ, ગુરુવાર
Firing : જમીન મુદ્દે કચ્છના રણમાં ગોળીબાર: 5 ગાડીઓના જૂથનું બીજા જૂથ પર ધડાધડ ફાયરિંગકચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો. ફોર્ચ્યુનર, બોલેરો સહિત 5 ગાંડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગોળી માર્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાતા ઈજાગ્રસ્તને ગાડીથી કચડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં ખોફનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે પણ ફરિયાદ અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા, તે પૈકી દિનેશ કોલીને માથાના ભાગે ગોળી વાગતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેનું આજે સવારે મોત થયું છે. હવે સામખિયાળી પોલીસ દફ્તરે 17 જેટલા આરોપીઓ સામે નોંધાયેલી હત્યાના પ્રયાસ સહિતની કલમો તળેની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો થઈ શકે છે. બીજી તરફ બનાવના આરોપીઓ હજુ ફરાર છે.