અમદાવાદ, બુધવાર
Benefits of Coconut water : ગરમીમાં દરેક લોકોએ નારિયેળ પાણી પીવું જોઇએ. નારિયેળ પાણી પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. નારિયેળ પાણી પીવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે. આમ, તમે ગરમીમાં નારિયેળ પાણી પીઓ છો તો શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને સાથે તમે નાની-મોટી એમ અનેક બીમારીઓથી બચી જાવો છો. નારિયેળ પાણી પીવાથી શરીરમાં એનર્જી બની રહે છે. નારિયેળ પાણી લો કેલરી ડ્રિંક છે જેનાથી શરીરને નેચરલ એન્ઝાઇમ્સ અને પોટેશિયમ મળે છે. પરંતુ નારિયેળ પાણી તમે કયા સમયે પીઓ છો એ બહુ મહત્વનું છે. તો જાણો નારિયેળ પાણી કયા સમયે અને કેવી રીતે પીવું જોઇએ.
નારિયેળ પાણી તમે કોઇ પણ સમયે પી શકો છો. કેટલાક લોકો સવારમાં ઉઠતાની સાથે નારિયેળ પાણી પીતા હોય છે તો કેટલાક લોકો એક્સેસાઇઝ કર્યા પછી નારિયેળ પાણી પીતા હોય છે. પરંતુ તમે સાચા સમયે નારિયેળ પાણી પીઓ છો તો હેલ્થને વધારે ફાયદો થાય છે.ખાલી પેટે નારિયેળ પાણી પીવાથી હેલ્થને ગજબનો ફાયદો થાય છે. નારિયેળ પાણીમાં લોરિક એસિડ હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરવાનું કામ કરે છે અને સાથે મેટાબોલિઝમ તેજ બનાવે છે.
નારિયેળ પાણી પીવાથી ઝડપથી વજન ઓછુ થઇ જાય છે. પ્રેગનન્સીમાં પણ તમે સવારમાં નારિયેળ પાણી પીઓ છો તો ફાયદો થાય છે. આ સાથે ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થાય છે. ગરમીમાં સવારે એટલે કે ખાલી પેટે નારિયેળ પાણી પીવાથી હાર્ટ બર્ન અને એસિડિટીની સમસ્યામાંથી પણ રાહત થાય છે.
નારિયેળ પાણીને નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. જ્યારે તમે વર્કઆઉટ કરો છો તો નારિયેળ પાણી શરીરમાં એનર્જી બનાવી રાખવાનું કામ કરે છે. કેટલાક લોકો લંચ પહેલાં નારિયેળ પાણી પીતા હોય છે જે તમને ઓવરઇટિંગથી બચાવે છે. આ સાથે ડાયજેશન સિસ્ટમ સારી કરે છે. ઊંઘતા પહેલાં નારિયેળ પાણી પીવાથી મગજ શાંત રહે છે. આનાથી એન્ઝાયટી ઓછી થાય છે અને હાર્ટ બીટ નોર્મલ રહે છે. ઊંઘતા પહેલાં નારિયેળ પાણી પીવાથી સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે.