પોરબંદર, મંગળવાર
પોરબંદર(Porbandar) અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં સમુદ્રમાંથી રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.
ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સના મોટા જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.
પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. બાતમીને આધારે એટીએસ,કોસ્ટ ગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. ઝપાયેલા તમામ પાકિસ્તાનીઓને પોરબંદર લાવવામાં આવશે.
અગાઉ ગુજરાતના દરિયામાંથી 3300 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે યુવાધનને બરબાદ કરવા માટે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર નજીકનાં દરિયામાંથી 3272 કિલો ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ ક્રૂમેમ્બર્સને ઝડપી લીધા હતા. આ અગાઉ એનસીબીની ટીમ માત્ર જમીન પર જ ડ્રગ્સને લઈને ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ 3300 કિલો ડ્રગ્સ ઝડપીને ઈતિહાસ રચી દીધો.