અમદાવાદ, શનિવાર
ગુજરાતની કન્યાઓ માટે સરકારે 2 મહત્વની યોજના લોન્ચ કરી છે. આ બંને યોજનાઓમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો સમાવેશ થાય છે. આ યોજનાથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે તે ઘટાડી શકાશે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાઓમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો સમાવેશ થાય છે. આ યોજનાથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે તે ઘટાડી શકાશે.નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે. તો વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર સ્કૂલોમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે, તે ઘટાડી શકાશે.
ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.આ યોજનાનો લાભ અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત રૂ.1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જયારે 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન સ્કૂલો અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર સ્કૂલોમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25માં રૂ. 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.